SHARE

પોતાની સુંદરતાથી આજે પણ લોકોના દિલ પર રાજ કરતી શ્રીદેવી હવે પેન્ટર બની ગઈ છે. ફિલ્મી પડદે પોતાના અભિનયના રંગ વિખેરતી શ્રીદેવી કેનવાસ પર પણ એવો જાદૂ ચલાવે છે કે તેની બનાવેલી પેન્ટીંગ્સ કરોડોમાં વેંચાઈ રહી છે. જી હાં આ વાતથી મોટાભાગના લોકો અજાણ હશે પરંતુ શ્રીદેવી એક ઉમદા પેન્ટર પણ છે. તાજેતરમાં જ તેમણે બનાવેલી બે પેન્ટીંગ દુબઈમાં નીલામી માટે પસંદ કરવામાં આવી છે.
આ અંગે જાણવા મળતી માહિતીનુસાર શ્રીદેવીએ બનાવેલી આ બે પેન્ટીંગમાંથી એક અભિનેત્રી સોનમ કપૂરની છે. આ સિવાય બીજી પેન્ટીંગ દિવંગત માઈકલ જેક્સનની છે. શ્રીદેવી પોતાની ફુરસદની ક્ષણોનો ઉપયોગ પેન્ટીંગ્સ કરીને પસાર કરે છે. શ્રીદેવીની બનાવેલી આ બંને પેન્ટીંગ્સની ઓછામાં ઓછી કીંમત ૮થી ૧૦ લાખ સુધીની રાખવામાં આવશે. એક રીપોર્ટ અનુસાર શ્રીદેવીને વર્ષ ૨૦૧૦માં એક આંતરરાષ્ટÙીય આર્ટ હાઉસે પણ ઓક્શન માટે ઓફર કરી હતી જે ઓફર શ્રીદેવી ન સ્વીકારી. દુબઈ ખાતે યોજાનાર આ ઓક્શન એક ચેરિટી માટે છે તેથી શ્રીદેવીએ તેમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો છે. શ્રીદેવીની પેન્ટીંગ્સની નીલામી આગામી માસમાં દુબઈમાં થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here