SHARE

નવીદિલ્હી,
રિઝર્વ બેંકે કેશની લેણદેણને સામાન્ય કરવા માટે ૫૦૦ રૂપિયાના નોટોનું પ્રિÂન્ટંગ વધારી દીધું છે. તો બીજી બાજુ ૨૦૦૦ રૂપિયાની નવી નોટ હવે જારી કરવામાં આવી રહી નથી. સિસ્ટમમાં આશરે ૭ લાખ કરોડ રૂપિયા ૨૦૦૦ની નોટમાં ઉપલબ્ધ છે. ભારતમાં લેણદેણ માટે ૫૦૦, ૨૦૦ અને ૧૦૦ રૂપિયાની કરન્સી સરળતાથી ઉપલબ્ધ છે. વધારે ડિમાન્ડ પૂરી કરવા માટે ૫૦૦ રૂપિયાની નોટમાં રોજ આશરે ૩૦૦૦ કરોડ રૂપિયા છાપવામાં આવી છે. દેશમાં હવે કેશની સ્થિતિ પહેલા કરતાં સારી છે. બીજી બાજુ વ્યાજ દરોમાં તેજી આવ્યાની આશાઓ પર ગર્ગે કહ્યું કે ઇકોનોમીના ફંડામેન્ટલ હજુ એવા નથી કે વ્યાજદરોમાં વધારો કરવામાં આવે.
આ સમયે મોંઘવારીમાં પણ કોઇ બેમેલ વૃદ્ધિ નથી અથવા ઉત્પાદનમાં વધારે ગ્રોથ આવ્યો નથી. નોંધનીય છે કે હાલમાં સર્કુલેશનમાં ૨૦૦૦ રૂપિયા નોટની નજીક આશરે ૭ લાખ કરોજ રૂપિયા છે. જે પૂરતી છે. એટલા માટે ૨૦૦૦ની નવી નોટ જારી કરવામાં આવી રહી નથી. ૫૦૦, ૨૦૦ અને ૧૦૦ રૂપિયાની નોટ લોકો સાથે લેણદેણ માટે ઉપલબ્ધ છે.
૨૦૦૦ રૂપિયામાં લેણદેણ કરવી લોકો માટે સરળ નથી. ૫૦૦ રૂપિયાની નોટનું પૂરતું સપ્લાય છે. એનું પ્રોડક્શન અમે વધારીને આશરે ૨૫૦૦-૩૦૦૦ કરોડ રૂપિયા દરરોજ કર્યું છે. ગર્ગે જણાવ્યું કે છેલ્લા અઢી વર્ષમાં દેશમાં હાઇ ક્વોલિટી નકલી નોટોની મોજૂદગી ખૂબ ઓછી રહી છે, પરંતુ તેમ છતાં આરબેીઆઈ સતત સમીક્ષા કરી રહ્યુ છે અને કરન્સી નોટોમાં નવા ફીચર જોડી રહ્યુ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here