SHARE

અમદાવાદ,તા.૭
ગુજરાત હાઈકોર્ટ સામે એક વિચિત્ર સવાલ ઊભો થયો છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આસીસ્ટન્ટ મેનેજરની જગ્યા માટે ઉમેદવારી કરનાર વિનુ પરમારે પોતાની એલએલબીની ડિગ્રી મુકી હતી, પણ કોર્પોરેશન દ્વારા તેને ડીગ્રી માનવાનો ઈન્કાર કરી દેવામાં આવતા મામલો હાઈકોર્ટ સામે આવ્યો છે. હાઈકોર્ટના જસ્ટીશ બીરેન વૈષ્ણવે આ મામલે અમદાવાદ કોર્પોરેશનને નોટિસ પાઠવી પોતાનો જવાબ રજૂ કરવા જણાવ્યું છે. ફેબ્રુઆરી ૨૦૧૮માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આસીસ્ટન્ટ મેનેજરની જગ્યા માટે જાહેરખબર આપી હતી, જેના માટેની લાયકાતમાં કોઈ પણ વિષયનો સ્નાતક અને દસ વર્ષનો વહિવટી અનુભવ માંગ્યો હતો. અમદાવાદ કોર્પોરેશનમાં જ ૩૧ વર્ષથી નોકરી કરતા વિનુ પરમારે અરજી કરી હતી. જેમાં તેમણે પોતાની એલએલબીની ડીગ્રી મુકી હતી. આ અંગે કાર્યવાહી કરી કોર્પોરેશનને તમામ ઉમેદવારોને કોલ લેટર મોકલ્યા હતા, પણ વિનુ પરમારની અરજી એવા કારણ સાથે રદ કરી હતી કે તમે એલએલબીની બીજા વર્ષની ડીગ્રી મુકી છે. પણ આહીં સવાલ એવો છે કે એલએલબીમાં પ્રવેશ મેળવવા માટે કોઈ પણ વ્યકિતની ઓછામાં ઓછી લાયકાત સ્નાતક હોવી જાઈએ, જયારે વિનુ પરમારે એલએલબીના બે વર્ષ પુરા કરેલા છે, આમ છતાં તેમને કોલ લેટર નહીં મળતા તેમણે એડવોકેટ વિશાલ તુષાર પટેલ મારફતે ગુજરાત હાઈકોર્ટમાં રીટ કરી દાદ માગતા જસ્ટીશ બીરેન વૈષણવે તા ૯મી જુનના રોજ લેવાની પરિક્ષામાં વિનુ પરમારને બેસવા દેવાનો આદેશ આપી, અમદાવાદ કોર્પોરેશનને પુછયું છે કે તેઓ એલએલબીને ડીગ્રી માને છે કે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here