SHARE

અમદાવાદની સ્થિતિખરેખર ગંભીર થઇ રહી છે. એક તરફ ચામડી દઝાડે તેવી ગરમી વર્તાઈ રહી છે, તો શહેરની હવામાં પ્રદુષણ પણ વધી રહ્યુ છે. આ દુઃખદ સ્થિતિ અંગે પર્યાવરણ તજ્જ્‌ઞયો અમદાવાદના વ્યાપી રહેલા કોંક્રીટના જંગલમાં વધી રહેલો વાહનોંનો ટ્રાફિક અને ઘટી રહેલું ગ્રીન કવર અર્થાત હરિયાળીનું સ્તરને જવાબદાર ગણી રહયા છે. માત્ર ૪.૫% જેટલું ગ્રીન કવર ધરાવતા અમદાવાદમાં વૃક્ષોની ઓછી સંખ્યાને લઇ ગરમીમાં વધારો જણાય છે. કાળઝાળ ગરમી સાથે શહેરની હવા પણ ગંભીર સ્તરે પ્રદુષિત થઇ રહી છે ત્યારે શહેરમાં ઘનિષ્ટ વૃક્ષારોપણ અનિવાર્ય બન્યું છે. તસવીરોમાં (ડાબે) એક લાચાર પ્રૌઢ અસહ્ય ગરમીમાં તેની સાઇકલ પર નિર્જન માર્ગ પર આગળ વધી રહ્યો છે. તો કાંકરિયા ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મુકાયેલા સાઇનબોર્ડમાં અમદાવાદનું ‘એર ક્વોલિટી ઈન્ડેક્ષ ૨૬૧ અને એર ક્વોલિટી પુવર’ અર્થાત હવા પ્રદુષિત હોવાનું દર્શાવાયું છે. શહેરીકરણની આંધળી દોડમાં પર્યાવરણને કેટલી ગંભીર ક્ષતિ પહોંચી રહી છે તેની પ્રતીતિ અમદાવાદમાં થઇ રહી હોય તેવું નથી લાગતું?

SHARE
Previous article22-05-2018
Next article23-05-2018

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here