SHARE

બાળક થાકી જાય અને તેના ખભામાં દુખાવો થાય તેટલા પુસ્તકો-નોટબુક્સ ભરેલી વજનદાર સ્કૂલ બેગ લઇ શાળાએ આવતા બાળકોની સ્થિતિ દયનિય થઇ ગઈ છે. બાળકને ‘ભાર વિનાનું ભણતર’ મળે તેવી ચિંતા લાંબા સમયથી કેળવણીકારો અને સંવેદનશીલ નાગરિકો વ્યક્ત કરી રહયા હતા. જેને લઇ અંતે ગુજરાત સરકારે આ બાળકોની વેદના સાંભળી છે. અને કાયદો ગઢી ‘બેટર લેટ ધેન નેવર’ પણ આવકારદાયક નિર્ણય લીધો છે. જે મુજબ બાળકની સ્કૂલ બેગનું વજન તેના વજનના દસમા ભાગ કરતા વધુ ન હોવું જાઈએ . અને આ માટે દરેક શાળાઓમાં બાળક અને તેની સ્કૂલ બેગનું વજન પણ કરાશે. આશા રાખીએ કે આ કાયદાનો અમલ રાજ્યભરની શાળાઓમાં ચુસ્તપણે કરાય અને બાળપણ હલકૂફુલકુ થાય!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here