SHARE

હેરિટેજ સીટી બનેલા અમદાવાદમાં જાહેર સ્મારકોની સ્થિતિ કેટલી દયનિય થઇ શકે છે તેની પ્રતીતિઆ દ્રશ્ય કરાવી રહ્યું છે. શહેરના મણિનગર સ્થિત ઉત્તમનગર ગાર્ડન પાસે આવેલી બે સદી ઉપરાંત પ્રાચીન વાવનું સમારકામ મ્યુનિ. કોર્પ.ના હેરિટેજ વિભાગ દ્વારા આજથી આઠેક વર્ષ પૂર્વે રૂ ૨૫ લાખના ખર્ચે કરાયું હતું. અને આ વાવના વિકાસ માટેની યોજના પણ ઘડાઈ હતી. અલબત્ત ,’જે તારે તેજ મારે’નું કઠણ સાર્થક કરતા મ્યુનિ. કોર્પ,નીજ ઘોર નિષ્કાળને લઇ આ વાવ આજે ખુલ્લી કચરાપેટી બની ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here