SHARE

અમદાવાદના કોટ વિસ્તારની પોળોમાં સદીઓથી હેરિટેજ સિટીની જીવદયાની સંસ્કૃતિ અને સ્થાપત્યની ઓળખ કરાવતા ચબુતરા કેટલીય પોળોમાં સમય વીતતા ઇતિહાસમાં વિલીન થયા છે. ત્યારે રિલીફ રોડ પાસે આવેલી પાદશાહની પોળમાં શહેરના વારસારૂપી ચબુતરાને નવી ઓળખ આપવા અહીં પાદશાહની પોળ જૈન સંઘ, સમસ્ત મહાજન અને જિજ્ઞાસા યુવા ટ્રસ્ટ દ્વારા પોળના ચોકમાં સુંદર પંખી ઘરનું નિર્માણ કરાયું છે. જેનું ઉદ્ઘાટન શુક્રવારે સવારે કરવામાં આવશે.પોળની મધ્યમાં નિર્માણ કરાયેલા પંખી ઘરને લઇ હેરિટેજ સિટીનું નયનરમ્ય દ્રશ્ય સર્જાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here