SHARE

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલી ત્રણ દિવસીય વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો શુક્રવારે ભવ્ય પ્રારંભ થયો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખુલ્લી મુકાયેલી આ સમિટમાં દેશ વિદેશના ઉદ્યોગકારો ભાગ લઇ રહયા છે. સમિટના ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાને તેમના ઉદબોધનમાં જણાવ્યું કે સરકારનો મંત્ર રિફાર્મ, પર્ફાર્મ, ટ્રાન્સફાર્મ અને ફર્ધર પર્ફાર્મનો છે. વિશ્વ બૅન્ક અને આઈએમએફ તથા રૅન્કિંગ ઍજન્સીઝએ ભારતના અર્થતંત્રમાં વિકાસ થયો હોવાની પુષ્ટિ કરી છે. ભારત અગાઉ કયારે સજ્જ ન હતું તેટલું હવે ઉદ્યોગ સાહસિક્તા માટે આજે સજ્જ થયું છે.” વડાપ્રધાને વિશ્વને ભારતમાં તેમના ઉદ્યોગ સ્થાપવાનું નિમંત્રણ આપતા કહ્યું કે ભારતને ઇઝ આૅફ ડુઇંગ બિઝનેસમાં ટોચના ૫૦ રાષ્ટ્રોમાં લાવવાનું લક્ષ્યાંક ધરાવીએ છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here