SHARE

નવીદિલ્હી,
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ કેન્દ્ર સરકારથી ભારત અને પાકિસ્તાન દ્વિપક્ષીય સીરીજના સંબંધમાં પોતાની Âસ્થતિ ઔપચારિક તરીકે સ્પષ્ટ કરવા વિનંતી કરી છે. આ બંન્ને પડોસી દેશો વચ્ચે રાજનીતિક તનાવના કારણે ૨૦૧૨થી કોઇ દ્વિપક્ષીય સીરીજ રમાઇ નથી. એ યાદ રહે કે દુનિયાના સૌથી વધુ ધનીક ક્રિકેટ બોર્ડ આઇસીસી વિવાદ નિવારણ મંચ પર આવતા પહેલા સરકારે ઔપચારિક સંદેશ ઇચ્છે છે. બીસીસીઆઇને આઇસીસી વિવાદ નિવારણ મંચમાં પીસીબીના ૭ કરોડ ડોલરના વળતરના દાવાની વિરૂધ્ધ પોતાનું પક્ષ રાખવાનો છે.પીસીબીએે ૨૦૧૪માં બંન્ને બોર્ડની વચ્ચે સમજૂતિનું સમ્માન નહીં કરવાને કારણે આ દાવો ઠોકયો છે. બીસીસીઆઇએ તાજેતરમાં મંત્રાલયને લખ્યું છે કે જા તમે ભારતીય ટીમના પાકિસ્તાનની સાથે સ્વદેશ અને વિદેશી પ્રવાસમાં રમવા માટે ભારત સરકારથી પૂર્વમાં મંજુરી લેવાની આવશ્યકતાને લઇ ભારત સરકારની નીતિ Âસ્થતિ ઔપચારિક રીતે સ્પષ્ટ કરી શકે તો બીસીસીઆઇ આભારી હશે
આ ઇમેલની બાબતે પુછવા પર બીસીસીઆઇના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે આ બીસીસીઆઇ તરફથી નિયમિત પત્ર વ્યવહાર છે. દ્વિપક્ષીય સીરીજને લઇ સરકારથી મંજુરી લેવી અમારૂ કર્તવ્ય છે.અમારૂ કામ પુછવાનું છે અને આ સરકાર પર નિર્ભર છે. અમે સમજીએ છીએ કે વર્તમાન પરિÂસ્થતિઓમાં દ્વિપક્ષીય સીરીજ ખુબ મુશ્કેલ છે પરંતુ જા અમને સરકારથી જવાબ મળી જાય તો આથી અમને મદદ મળશે પીસીબીએ આઇસીસી વિવાદ નિવારણ સમિતિમાં અપીલ કરી બીસીસીઆઇ પર ભવિષ્યના પ્રવાસ કાર્યક્રમ (એફટીપી)ની પ્રતિબધ્ધતાનું સમ્માન નહીં કરવાનો આરોપ લગાવ્યો છે.તે અનુસાર ભારતને પાકિસ્તાનની વિરૂધ્ધ સંયુકત અરબ અમીરાત જેવા તટસ્થ સ્થળ પર પણ બે સીરીજ રમવી જરૂરી છે. આઇસીસી અનુસાર બંન્ને બોર્ડોની વચ્ચે મામલામાં માઇકલ બેલોફ કયુસી વિવાદ પેનલનું નેતૃત્વ કરશે. પેનલમાં જાન પોલસન અને ડો. અનાબેલ બેનેટ છે. વિશ્વ ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થાને એ પણ સ્પષ્ટ કર્યું છે કે વિવાદ પેનલના નિર્ણયની વિરૂધ્ધ અપીલ કરી શકાય નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here