SHARE

લખનૌ,તા.૭
ઉત્તરપ્રદેશને ધ્રુજાવી દેવાનું આતંકવાદીઓનું ઉડું કાવતરૂ સામે આવ્યો છે. આતંકી સંગઠન લશ્કર એ તોઇબાએ કૃષ્ણ જન્મભૂમિ કાશી વિશ્વનાથ મંદિર ઉપરાંત હાપુડ અને સહારપુર સહિત અન્ય રેલવે સ્ટેશનોને બોંબથી ઉડાવી દેવાની ધમકી આપી છે. ધમકી ભરેલ પત્રમાં કહેવામાં આવ્યું છે કે આ વિસ્ફોટ આઠ અને ૧૦ જુને કરવામાં આવશે
આ ધમકીને ધ્યાનમાં રાખી ઇટેંલીજેંસે એલર્ટ જારી કર્યું છે એડીજી કાયદો વ્યવસ્થા આનંદકુમારનું કહેવુ છે કે કેટલાક મુખ્ય ધાર્મિક સ્થળો અને રેલવે સ્ટેશનોને લઇ ઇટેલીજેંસના ઇનપુટ મળ્યા છે. જેના આધાર પર આવા તમામ સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા વધારવાની સાથે જ વધારાની સતર્કતા દાખવવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
ઉત્તરપ્રદેશમાં આતંકી કાવતરાને લઇ લશ્કર એ તોઇબાના એરિયા કમાંડર (જમ્મુ કાશ્મીર) મૌલાના અંબુશેખ નામથી ધમકી ભરેલ પત્ર મોકલવામાં આવ્યો છે.જેમાં ઉત્તરપ્રદેશમાં સહારનપુર અને હાપુડ સહિત અન્ય મુખ્ય રેલવે સ્ટેશનોને ઉડવી દેવાની તથા મથુરા ખાતે કૃષ્ણ જન્મભૂમિ અને વારાણસી ખાતે વિશ્વનાથ મંદિરને આઠ અને દસ જુન ે બોંબથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકી બાદ એડીજી રેલવે એડીજી સુરક્ષા એડીજી વારાણસી આગ્રા અને મેરઠ સહિત અન્ય વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ એલર્ટ જારી કરી સુરક્ષાનો કડક બંદોબસ્ત કરવાની સાથે સતત સઘન ચેકીંગ કરવા અને શંકાસ્પદો પર નજર રાખવાના નિર્દેશ આપ્યા છે.જેથી કયાંય કોઇ ગડબડી ન થઇ શકે. એ યાદ રહે કે ગત દિવસોમાં ભાજપના ધારાસભ્યો સહિત જાણીતી હસ્તીઓને વોટ્‌સઅપ પર ધમકી ભરેલ સંદેશ અને ૧૦ લાખની ખડણીની માંગ કરવામાં આવી હતી. શાસનના નિર્દેશ પર આ મામલાની તપાસ માટે આઇજી એસટીએફ અમિતાભ યશના નેતૃત્વમાં એસઆઇટીની રચના કરવામાં આવી છે.જે નંબર પરથી ધમકી આવી છે તેનું આઇપી એડ્રેસ પાકિસ્તાનની પાસે મળી આવ્યુંછે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here