SHARE

અમદાવાદ, તા. 7
આબાલ વૃદ્ધોના માનીતા કાંકરિયા લેકફ્રન્ટમાં પર્યાવરણની રક્ષાના નામે મ્યુનિસિપલ સત્તાવાળાઓએ અગાઉ સહેલાણીઓ દ્વારા પીવાના પાણીની પ્લાÂસ્ટકની બોટલ લઇ જવા પૂર્ણ પણે પ્રતિબંધ મૂકવાની દિશામાં ગંભીરતાથી વિચારણા હાથ ધરી હતી. જા કે આ મામલે ભારે ઊહાપોહ થતા તંત્ર પારોઠનાં પગલાં ભરીને સહેલાણીઓને છુટછાટ આપવાની મને કમને ફરજ પડી છે. જા કે આશ્ચર્યજનક બાબત એ છે કે, કાંકરિયા લેકફ્રન્ટમાં ધમધમતા ફૂડસ્ટોલ પર પાણીની પ્લાÂસ્ટકની બોટલ બેરોકટોક વેચાતી રહેશે. તંત્રે ફૂડસ્ટોલવાળા પર કોઇ પણ જાતનો પ્રતિબંધ મૂક્્યો નથી.
કાંકરિયા લેકફ્રન્ટની મુલાકાતે દરરોજના ૧પથી ર૦ હજાર સહેલાણી આવતા હોય છે. કાંકરિયાના પુષ્પકુંજ, ફુટબોલ ગ્રાઉન્ડ, વ્યાયમશાળા, દેડકી ગાર્ડન, બાલવાટિકા, એમ્યુઝમેન્ટપાર્ક અને નગીનાવાડી એક કુલ સાત ગેટ પરથી પાણીની બોટલ અંદર લઇ જવા માગતા સહેલાણીઓએ તે માટે નિર્ધારિત કરેલા ચોક્કસ નિયમ પાળવા પડશે. સવારે ૪થી ૮ વાગ્યા સુધી મો‹નગ વોકર્સ માટે મફત એન્ટ્રી છે પરંતુ તેઓએ પણ નિયમનું પાલન કરવું પડશે. ગેટ પરના સિક્્યોરિટી ગાર્ડ દ્વારા સહેલાણીનું આધારકાર્ડ, પાનકાર્ડ, વોટરકાર્ડ, પાસપોર્ટ સહિતના કોઇપણ એક આઇડીપ્રૂફનો નંબર, હસ્તાક્ષર અને પ્રતિ બોટલ રૂ.૧૦ પ્રમાણે રજિસ્ટ્રેશન કરાશે.
ત્યારબાદ પરત ફરતી વખતે સહેલાણી પાણીની ખાલી કે ભરેલી બોટલ ગાર્ડને બતાડીને ડિપોઝિટ પાછી મેળવી શકશે. કાંકરિયા લેકફ્રન્ટમાં પ્લાÂસ્ટક વેસ્ટના ઢગલાને થતા રોકવા માટે સહેલાણીએ ગેટ બહારના ડસ્ટબિનમાં પાણીની બોટલનો નિકાલ કરવો પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here