SHARE

અમદાવાદ,તા.૬
દરવર્ષની જેમ જ આ વર્ષે પણ સોના ચાંદીની ધૂમ ખરીદી થઇ છે. સારા મૂર્હર્તમાં સોના અને ચાંદીની ખરીદી કરવા લોકોની ભીડ ઉમટી હતી. સોમવારે અંદાજે અમદાવાદીઓએ ૧૫૦ કિલો સોનુ અને ૨૦૦ કિલો ચાંદીની ખરીદી કરી હતી. રાજ્યની વાત કરીએ તો ૩૦૦ કિલો સોનું અને ૪૦૦ કિલો ચાંદીનું વેચાણ થયું છે. સોનાની વધતી કિંમતોને પણ નજરઅંદાજ કરીને લોકોએ ધનતેરસના પાવન પર્વે ખરીદી કરવા ઉમટી પડ્‌યા હતાં. આ વખતે સોના ચાંદીની ખરીદી માટેના ચોધડિયા ઓછા હતા એટલે આખો દિવસ અને મોડી રાત સુધી અમદાવાદના માણેકચોક, સી.જી રોડ જેવા બજારો ચાલુ રહ્યાં હતાં.
વડોદરામાં પણ સોના ચાંદી ખરીદવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્‌યા હતા. ધનતેરસની ખરીદી અંગે સોનીઓનું કહેવું હતું કે, ‘પુષ્ય નક્ષત્રમાં થતી ખરીદી કરતા પણ આ વખતે ધનતેરસની ખરીદી વધુ થઇ હતી. આ વખતે અમને ગત વર્ષની સરખામણીએ ખરીદીમાં સામાન્ય ઘટાડો થશે તેવો અંદાજો હતો પરંતુ આશ્ચર્ય વચ્ચે ખરીદી વધુ થઇ હતી. લોકોએ આ વખતે સોનાની લગડીઓ કરતા ઘરેણાની ખરીદી વધુ કરી હતી. ગઇકાલે મોડી સાંજ સુધીમાં એક અંદાજ મુજબ વડોદરામાં આશરે રૂ.૬૦ કરોડની સોના-ચાંદીની ખરીદી થઇ હતી.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here