SHARE

અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતો એસએસસીનો વિદ્યાર્થી ધ્રુવ ડોબરીયા માટે બોર્ડની પરીક્ષા આપવી એજ પડકાર હતો. છતાંય મજબૂત મનોબળ ધરાવતા આ વિદ્યાર્થીએ પરીક્ષા આપી, તેમાં ૯૫ પર્સનટાઈલ મેળવી પેલી કહેવત ‘મન હોય તો માળવે જવાય’ સાર્થક કરી છે. મંગળવારે એસએસસીનું પરિણામ આવ્યું ત્યારે આનંદિત થઇ ગયેલા ધ્રુવના પિતા પ્રફુલભાઈએ જણાવ્યું કે ગત જાન્યુઆરીમાં ધ્રુવ ગંભીર માર્ગ અકસ્માતનો ભોગ બન્યો હતો. માથામાં ગંભીર ઇજા થતા ધ્રુવની નાજુક સ્થિતિ જાતા તબીબોએ તેની તાત્કાલિક સર્જરી કરી હતી. બાદ બે મહિના સુધી આ વિઉદ્યાર્થી પથારીવશ રહ્યો. તબીબોએ પ્રફુલભાઈને સલાહ આપી હતી કે ધ્રુવની સ્થિતિ જાતા તેણે બોર્ડની પરીક્ષામાં ડ્રોપ લઇ લઇ લેવો જાઈએ. અને માતા-પિતાએ ધ્રુવને તેમ કરવા જણાવ્યું. અલબત્ત, ધ્રુવ એ પરીક્ષા આપવાનો નીર્ધાર કરી દીધો હતો. અને તકલીફ-પીડા વેઠી ને પણ બોર્ડની પરીક્ષા આપી તેમાં જ્વલંત પરિણામ મેળવ્યું !! ધ્રુવ ને સલામ !!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here