SHARE

હેરિટેજ સપ્તાહની ઉજવણી નિમિતે અમદાવાદના આસ્ટોડિયા રોડ પાસે આવેલી અને જાજરમાન હવેલીઓ સહીત હેરિટેજ ઇમારતોની હારમાળા ધરાવતી ઢાલની પોળમાં સુંદર ઉજવણી કરવામાં આવી. જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે હેરિટેજને લગતી તસ્વીરોનું પ્રદર્શન, ઇમારતોની દીવાલ પર વાલ પેઇન્ટિંગ , હેરિટેજ સીટીનું મેપિંગ સહિતની પ્રવૃતિઓ યોજાઈ જેમાં યુવા વર્ગ એ ઉત્સાહભેર ભાગ લીધો હતો . રસપ્રદ વાત એ પણ રહી કે ઢાલ ની પોળનું આ હેરિટેજ ફેસ્ટિવલ માણવા અને તેમાં ભાગ લેવા કેટલાક વિદેશી મુલાકાતીઓ પણ ઉપસ્થિત રહયા હતા. રવિવારે હેરિટેજ સપ્તાહનું સમાપન થયું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here