SHARE

અનેક એવોર્ડ વિજેતા બોલીવૂડ અભિનેત્રી વિદ્યા બાલન એની કારકિર્દીની એક મહત્વાકાંક્ષી અને યાદગાર ભૂમિકા ભજવવાની છે. એ નવી ફિલ્મમાં ભૂતપૂર્વ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીનો રોલ કરવાની છે.
આ ફિલ્મ જાણીતાં મહિલા પત્રકાર અને લેખિકા સાગરિકા ઘોષ લિખિત અંગ્રેજી પુસ્તક ‘ઇન્દિરાઃ ઈન્ડિયાઝ મોસ્ટ પાવરફુલ પ્રાઈમ મિનિસ્ટર’ પર આધારિત હશે. આ વર્ષ ભારતનાં પ્રથમ અને એકમાત્ર મહિલા વડાં પ્રધાન સ્વ. ઇન્દિરા ગાંધીનું જન્મશતાબ્દી વર્ષ છે.
વિદ્યાએ ટ્‌વીટ કરી છે કે, મને એ કહેતા બહુ ખુશી થાય છે કે મેં સાગરિકા ઘોષનાં પુસ્તક ‘ઇન્દિરા’ પરથી હિન્દી ફિલ્મ બનાવવાનાં હક્ક મેળવ્યાં છે, કારણ કે ઇન્દિરા ગાંધીનો રોલ કરવાની મને કાયમ ઈચ્છા હતી. મેં હજી એ નક્કી કર્યું નથી કે તે કોઈ ફિલ્મ હશે કે વેબ સિરીઝ, પરંતુ હું એ રોલ ભજવવાની છું એ નક્કી છે.
ફિલ્મનું નિર્માણ વિદ્યાનાં પતિ અને જાણીતા ફિલ્મ નિર્માતા સિદ્ધાર્થ રોય કપૂરની કંપની રોય કપૂર ફિલ્મ્સ કરશે. સાગરિકા ઘોષે પણ વિદ્યા સાથે કોન્ટ્રાક્ટ કરવા બદલ આનંદ વ્યક્ત કર્યો છે અને ટ્‌વીટમાં લખ્યું છે કે, ઇન્દિરાને રૂપેરી પડદા પર જાવાનું ખૂબ જ રોમાંચક હશે.
સાગરિકાએ વિદ્યાને અવ્વલ દરજ્જાની અભિનેત્રી તરીકે ઓળખાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here