SHARE

ઉનાળુ વેકેશન બાદ સોમવારે રાજ્યભરની શાળાઓમાં શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતા સ્કૂલ કેમ્પસ બાળકોની ચહેલપહેલથી ધમધમતા થઇ ગયા. ત્યારે અમદાવાદની શાળામાં લેવાયેલા દ્રશ્યોમાં એક તરફ બાળકો તેમની સ્કૂલમાં આવતાજ તેમના મિત્રોને જાઈ આનંદવિભોર થઇ ગયા હતા. તો જીવનમાં પ્રથમ વખત શાળાનું પગથિયું ચઢેલા કેટલાક ભૂલકાઓ જાણે કે તેમના મસ્ત જીવનમાં અચાનક જવાબદારી આવી જવાનો અને માતા-પિતાથી દૂર થઇ જવાનો દુઃખદ અહેસાસ અનુભવતા હોય તેમ વર્ગમાં આવતાજ ભાંગી પડયા હતા!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here