SHARE

ગાંધીનગર,તા.૧૮
ગાંધીનગર ખાતે કલ્ચરલ ફોરમ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં આ વર્ષે મહાઆરતીમાં દીવડા વડે ઘોડા પર બિરાજમાન માતાજીનું સ્વરૂપ બનાવાયું હતું. જેમાં ૩૫ હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો. ગાંધીનગર કલ્ચરલ ફોરમ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં દર વર્ષે મહાઆરતી દરમિયાન જુદા-જુદા આકાર બનાવવામાં આવતા હોય છે. આ વર્ષે ઘોડા પર બિરાજમાન માતાજીનું સ્વરૂપ બનાવાયું હતું. મેદાનમાં તમામ લાઈટ્‌સ બંધ કરીને લોકો હાથમાં દીવડાં લઈને આ મહાઆરતી કરતા હોય છે.મહાઆરતીમાં લગભગ ૩૫ હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here