SHARE

આજે સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં લોકશાહી પર ક્રૂર અત્યાચાર તરીકે આલેખાતી , પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા ૧૯૭૫માં દેશ પર લદાયેલી કટોકટીની ૪૩મી તિથિ છે.ત્યારે આ દ્રશ્યો કટોકટીના સ્મરણો તાજા કરાવી રહયા છે. ડાબી તસવીરમાં અમદાવાદના ખાડિયા વિસ્તારમાં રાયપુર ચકલા ખાતેની એક હોટલ પાસે ચાલતી ‘ફૂટપાથ પાર્લામેન્ટના સભ્યોની છે.જેઓ કટોકટી વિરુદ્ધ સક્રિય હતા. જેમાં કટોકટી દરમ્યાન જેલવાસ ભોગવનારા ખાડીયાના પીઢ નેતા અને ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અશોક ભટ્ટ, પૂર્વ કાઊન્સિલર ઘનશ્યામ મેહતા, રવિન્દ્ર ત્રિવેદી, હરીન વ્યાસ સહીત અન્ય જણાય છે. આ ફૂટપાથ પાર્લામેન્ટમાં થતી ચર્ચા ને લઇ તે સમયની સરકાર પણ આ ક્રાંતિકારી પ્રવૃત્તિથી પરેશાન હતી. તો જમણી તસ્વીરમાં કટોકટી સમયે સક્રિય એવા આજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખોફનાખ મીસા કાયદા હેઠળ થતી ધરપકડથી બચાવવા મણિનગર ખાતેના તેમના નિવાસ સ્થાનમાં પખવાડિયા ઉપરાંત સંતાડી રાખનારા હરીન વ્યાસ મોદી લિખિત કટોકટી વિરુદ્ધ પુસ્તક “સંઘર્ષમાં ગુજરાત’ દર્શાવી રહયા છે. તે સમયે એક રાષ્ટેીયકૃત બેંકમાં અધિકારી તરીકે ફરજ બજાવતા હરિનભાઈ તે સમયે કટોકટી વિરુદ્ધ પત્રિકાઓનું છાપકામ અને વિતરણમાં મહત્વનું યોગદાન આપતા. છતાંય તેઓ સરકારની નજરે ક્યારેય ચઢયા ન હતા. કટોકટીના કાળા દિવસોની યાદ વાગોળતા હરિનભાઈ કહે છે કે “મિસાના અમાનવીય કાયદાના ડરને લઇ તે સમયે લોકશાહી ઢબે પણ કોઈજ વિરોધ કાર્યક્રમ યોજી શકતા ન હતા”.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here