SHARE

તિનસુકિયા,
આસામના તિનસુકિયા જીલ્લાના ઉંદરોએ એક અલગ પ્રકારની નોટબંધી કરી દીધી છે.તેમણે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઇ)ના એટીએમની અંદર ૧૨ લાખ રૂપિયાની નોટ કતરી નાખી છે.૧૯મેના રોજ એટીએમમાં કુલ ૨૯ લાખ રૂપિયા નાખ્યા હતાં.લાયપુલી વિસ્તારમાં આવેલ એસબીઆઇ એટીએમ ૨૦મેથી જ ટેકનીકી કારણોથી બંધ હતું. ત્યારબાદ કેટલાક કર્મચારી ૧૧ જુનના રોજ મશીન યોગ્ય કરવા માટે ત્યાં પહોંચ્યા હતાં. આ દરમિયાન કેટલાક ઉંદરોએ મશીનની અંદર પોતાનો આતંક મચાવી દીધો હતો. મશીન ખોલતા જ કર્મચારીઓના હોંશ ઉડી ગયા કારણ કે ત્યાં ૫૦૦ અને ૨૦૦૦ રૂપિયાની નોટો કતરાયેલી પડી હતી. બેંક અધિકારીઓના જણાવ્યા અનુસાર ઉંદરોએ કુલ ૧૨ લાખ ૩૮ હજાર રૂપિયાની નોટ બરબાદ થઇ ગઇ હતી. આ એટીએમના સંચાલન ગોવાહાટી ખાતે નાણાંકીય કંપની એફઆઇએલ ગ્લોબલ બિજનેસ સોલ્યુશંસની જવાબદારી હતી.તેણે ૧૯ મેના રોજ એટીએમમાં કુલ ૨૯ લાખ રૂપિયા નાખ્યા હતાં.તેના આગામી દિવસે એટીએમે કામ કરવાનું બંધ કરી દીધુ હતું.એક બેંક અધિકારીએ કહ્યું કે અમે લગભગ ૧૭ લાખ રૂપિયા બચાવી શકયા છીએ. જા કે ઘટના પર અનેક રીતેના શંકાઓ ઉભી થઇ રહી છે. સબીઆઇએ મામલાની તપાસ માટે તિનસુકિયા પોલીસમાં એફઆઇઆર દાખલ કરાવી દીધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here