SHARE

નવીદિલ્હી,
દેશભરમાં ભારે ગરમીને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે. સવાર બાદ લોકોનું ઘરમાંથી બહાર નિકળવાનું પણ મુશ્કેલ થઇ ગયું છે. ઉત્તર ભારતના રાજયોમાં ગરમી પોતાની ચરમસીમા પર છે.આ રાજસ્થાન, ઉત્તરપ્રદેશ,મધ્યપ્રદેશ,હિમાચલ પ્રદેશ ગુજરાત બિહાર વગેરે રાજયોમાં લુને કારણે છેલ્લા ૨૪ કલાકમાં ૧૪૫ લોકોના મોત નિપજયા છે. ઝારખંડમા પણ સાત લોકોના મોત નિપજયા છે.અલ્હાબાદનું તાપમાન ૪૭.૭ ડિગ્રી સેÂલ્સયસ રેકોર્ડ કરવામાં આવ્યં હતું જયારે બનારસમાં ૧૦ વર્ષનો રેકોર્ડ તોડતા તાપમાન ૪૬.૬ ડિગ્રી સેÂલ્સયસ પહોંચી ગઇ. દક્ષિણના તેલંગણા અને આંધ્રપ્રદેશ સહિત દેશભરમાં ગરમી અને લુની લપેટમાં આવી મરનારાઓની સંખ્યા ૫૦૦ને પાર કરી ગઇ છે. આંધ્રપ્રદેશના આપદા પ્રબંધન અધિકારીએ જણાવ્યં હતું કે પ્રકાસમ જીલ્લામાં સૌથી વધુ ૫૭ લોકોના મોત નિપજયા હતાં.આ ઉપરાંત ઉત્તરપ્રદેશના પ્રતાપગઢમાં પણ તાપમાન ૪૫.૫ ડિગ્રી સેÂલ્સયસ રહ્યું.બાંદા જીલ્લામાં લુ લાગવાથી ત્રણ લોકોના મોત નિપજયા હતાં.સુલતાનમાં પારો ૪૬ ડિગ્રી રહ્યું.મૈનપુરીમાં ૪૬,આગ્રામાં ૪૫.૫ ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.
પહાડી રાજય હિમાલય પ્રદેશમાં ઉના જીલ્લામાં વધુમાં વધુ તાપમાન ૪૬.૩ ડિગ્રી સેÂલ્સયસ પહોંચી ગયું,જે આ હવામાનનું અત્યાર સુધી સર્વાધિક છે.એટલું જ હિલ સ્ટેશનના રૂપમાં જાણિતા શિમલાનું તાપમાન પણ ૨૯ ડિગ્રી સેÂલ્સયસ સુધી પહોંચી ગઇ. પ્રદેશના અન્ય હિસોસમાં પણ પારો ૪૦ ડિગ્રી સુધી પહોંચી ગયુ છે.ઝારખંડમાં પલામુ અને ગઢવા જિલ્લાના તાપમાન ૪૬ ડિગ્રીને પાર કરી ગયું અને ત્યાં લુથી સાત લોકોના મોત થયા હતાં.પ્રદેશમાં ૨૪માંથી ૧૦ જીલ્લાનો ૪૪થી ઉપર પહોંચી ગયું.બિહારમાં ગયાના તાપમાન સૌથી વધુ ૪૫.૭ ડિગ્રી સેÂલ્સયસ રહ્યં .દેશની રાજધાની દિલ્હીમાં પારો ૪૪ ડિગ્રી પાર કરી ગયું જયારે રાજસ્થાનના શ્રીગંગાનગરમાં તાપમાન ૪૫.૬ ડિગ્રી રેકોર્ડ કરવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here