SHARE

આજે વિશ્વભરમાં વારસા દિન ઉજવાશે. ત્યારે બે વર્ષ અગાઉ યુનેસ્કો હેરિટેજ સિટીની યાદીમાંસ્થાન પામેલું અમદાવાદ આ ગૌરવ માટે તેની પોળોનું યોગદાન સહવિશેષ છે . જુના અમદાવાદ શહેરમાં આવેલી પોળો, તેની ઇમારતોનું સુંદર સ્થાપત્ય અને પોળની સામાજિક જીવન શૈલી અને તેમાં વસતા લોકોની માનવીય સંસ્કૃતિથી પ્રભાવિત થઇ યુનેસ્કોની નિરીક્ષણ ટીમે અમદાવાદની પોળને જીવંત હેરિટેજ ગણાવી હતી. અલબત્ત , આજે પોળમાં આવેલા કલાત્મક કાષ્ટકલા ધરાવતા સ્થાપત્યના વારસાના પ્રતીક એવા હેરિટેજ બિÂલ્ડંગ્સની Âસ્થતિ જર્જરિત થઇ ગઈ છે. કેટલાય જુના મકાનો પડુંપડું Âસ્થતિમાં આવી ગયા છે. મ્યુનિ. કોર્પ. દ્વારા હેરિટેજ સીટીની જાળવણી અને જતન માટે ખાસ ટ્રસ્ટનું ગઠન તો કરાયું છે. પરંતુ હેરિટેજ સિટીની ઓળખ પ્રસ્તાપિત કરતા કેટલાય મકાનો- હવેલીઓ લાંબા સમયથી સમની રાહ જાઈ રહયા છે. ત્યારેઆવી હેરિટેજ મિલ્કત ધરાવતા પરંતુ આર્થિક તકલીફ વેઠતા મકાન માલિકોને આ ટ્રસ્ટ દ્વારા તેમની હેરિટેજ પ્રોપર્ટીના સમારકામ માટે સબસિડાઇઝ લોન જેવી યોગ્ય આર્થિક અને ટેÂક્નકલ સહાય મળી રહે તે જરૂરી બન્યું છે. પોળોમાં આવેલા જર્જરિત હેરિટેજ મકાનો તોડી તેમના સ્થાને બનેલા કોમર્શિયલ કોમ્પ્લેક્ષ સહિતના બાંધકામો સામે કાયદાકીય રોક લાગે તે પણ એટલુંજ અનિવાર્ય છે. તસવીરોમાં ખાડિયા વિસ્તારમાં આવેલા આવા બિસમાર હેરિટેજ મકાનો જણાય છે.

SHARE
Previous article18-04-2019
Next article19-04-2019

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here