SHARE

આ વર્ષની અમરનાથની યાત્રા ૨૮ જૂને શરૂ થશે. ૧૦૦ દિવસ ચાલનારી આ યાત્રાનું રજીસ્ટ્રેશન ૧ માર્ચથી શરૂ થશે. રાજ્યપાલ એન એન વોહરાએ મંગળવારે શ્રાઈન બોર્ડેના સદસ્યની એક બેઠકમાં યાત્રાની તારીખ અને અન્ય વાતોની ચર્ચા કરી હતી. બેઠકમાં ચર્ચા દરમિયાન જણાવ્યું કે અમરનાથ યાત્રાની શરૂઆત ૨૮ જૂનથી થશે અને ૨૧ ઓગસ્ટે શ્રવણ પૂર્ણિમાની દિવસે પૂર્ણ થશે. ૧૩ વર્ષથી ઓછી અને ૭૫ વર્ષથી વધારે ઉંમરના શ્રદ્ધાળુંઓને યાત્રા કરવાની અનુમતી નથી. સાથે છ મહિનાથી વધુ ગર્ભવતી મહિલા પણ યાત્રા નહીં કરી શકે.
યાત્રા માટે અમરનાથ શ્રાઈન બોર્ડ તરફથી માન્યતા પ્રાપ્ત સ્વાસ્થ્ય વિભાગના ડોક્ટરની ટીમજ પ્રમાણપત્ર આપશે. સ્વાસ્થ્યના પ્રમાણપત્ર વગર કોઈ પણ શ્રદ્ધાળું રજીસ્ટ્રેશન નહીં કરી શકે. હાલમાંજ નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલના આદેશ અનુસાર અમરનાથ યાત્રા પર જયકાર લગાવવા અને મંત્રોના ઉચ્ચારણ પર રોક લગાવવાના વિષય પણ ચર્ચા કરી બોર્ડે એનજીટીના નિર્દેશો સામે એક સમીક્ષા અરજી દાખલ કરવા નિર્ણય લીધો છે.
યાત્રામાં ઉપલબ્ધ પ્રાથમિક સુવિધાઓની ક્ષમતાને ધ્યાનમાં રાખતા બન્ને રસ્તાઓ પર દરરોજ ૭૫ હજાર યાત્રીઓને યાત્રાની પરવાનગી આપવા બોર્ડે નિર્ણય કર્યો છે. અમરનાથ યાત્રાનું રજીસ્ટ્રેશન ૧ માર્ચથી શરૂ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here