Tuesday, January 23, 2018
Home Blog

23-01-2018

0

23-01-2018

પદ્માવત વિરોધી હિંસા

0

રાજ્યમાં પદ્માવત ફિલ્મના પ્રદર્શનનો વિરોધ કરી રહેલા આંદોલનકારીઓએ રાજ્યભરમાં ઠેર ઠેર એસટી બસો સહીત જાહેર સંપત્તિને આગ ચાંપી કરી હતી. કેટલાક સ્થળોએ હાઇવે પર ટાયરો બળ્યા હતા. જેને લઇ રાજ્યભરમાં દહેશતનો માહોલ છવાઈ ગયો છે.

22-01-2018

0

22-01-2018

કેજરીવાલને ફટકોઃ ચૂંટણીપંચે આપના ૨૦ ધારાસભ્યોનું સભ્ય પદ રદ્દ કર્યું

0

દિલ્હીની આમ આદમી પાર્ટીના ૨૦ ધારાસભ્યોની અયોગ્યતાના કેસમાં ચૂંટણી પંચે કેજરીવાલ સરકારની વિરૂદ્ધ નિર્ણય આપ્યો છે તેવા અહેવાલો આવી રહ્યા છે. લાભના પદ કેસમાં આપના ૨૦ ધારાસભ્યોને અયોગ્ય ગણાવી દીધા છે. ચૂંટણી પંચે રિપોર્ટ બનાવીને રાષ્ટ્રપતિની પાસે અંતિમ મ્હોર માટે મોકલી દીધો છે. કેજરીવાલ સરકાર માટે આ એક મોટો ઝાટકો મનાઇ રહ્યો છે.
રિપોર્ટ મુજબ, ચુંટણી પંચે રાષ્ટ્રપતિને આ ધારાસભ્યોનું સભ્યપદ રદ કરવાની ભલામણ કરી છે. પંચે ૨૧ ધારાસભ્યોને નોટિસ ઇશ્યૂ કરી હતી. એક ધારાસભ્ય જરનૈલ સિંહે પંજાબથી ચૂંટણી લડવા માટે દિલ્હી વિધાનસભાથી રાજીનામું આપી દીધું હતું. આ કારણે કેસ ૨૦ ધારાસભ્યો વિરુદ્ધ હતો. મહત્વપૂર્ણ છે કે, અરવિંદ કેજરીવાલે આ ધારાસભ્યોને સંસદીય સચિવ તરીકે નિમણૂક કર્યા હતા. દિલ્હી હાઈકોર્ટે પણ ૮ ડિસેમ્બર ૨૦૧૬ના રોજ ૨૧ ધારાસભ્યોની સંસદીય સચિવ તરીકેની નિમણૂકને રદ કરી દીધી હતી.

યુરોપમાં ફ્રિડરિક વાવાઝોડા અને બરફવર્ષાએ કહેર મચાવ્યો

0

ઉત્તર યુરોપમાં વિનાશક ફ્રિડરિક વાવાઝોડાંમાં બે ફાયર ફાઇટર્સ સહિત ૯ લોકોનાં મોત થયા છે. ઇસ્ટ સ્ટેટમાં એક સ્કૂલની છત ઉડી ગઇ હતી. આ દરમિયાન બાળકો સ્કૂલમાં ભણી રહ્યા હતા અને તેઓ હજુ પણ બિલ્ડિગમાં ફસાઈ ગયા હતા.વાવાઝોડાં અને બરફવર્ષાના કારણે ટ્રેન અને હવાઇ માર્ગ વ્યવહાર ઠપ્પ થઇ ગયો છે.

બજેટ-૨૦૧૯,કસ્ટમ ડ્યૂટીમાં વધારો થવાથી મોબાઈલ ફોન મોંઘા થશે

0

બજેટમાં મેક ઈન ઈન્ડિયાને વેગ આપવા માટે કસ્ટમ્સ ડ્યૂટીનો વ્યાપ વધારવામાં આવી શકે છે. આ પગલાંથી આયાતી હાઈ-એંડ મોબાઈલ ફોન અને ઈલેકટ્રોનિકની વસ્તુઓ મોંઘી થઈ શકે છે. અત્યારે ઉપયોગમાં લેવાતી પ્રિંટેડ સર્કિટ બોર્ડ, કેમેરા મોડ્યુલ અને ડિસ્પ્લે પર ડ્યૂટી નથી લાગતી. બજેટમાં આ કંપોનંટ્‌સ પર બેઝિક કસ્ટમ ડ્યૂટી લગાવવામાં આવે તેવી શકયતાઓ છે.
આ કારણે ઈનવર્ટેડ ડ્યૂટી સ્ટ્રક્ચરને લઈને સમસ્યાનુ સમાધાન પણ આવી શકે છે. આ સમસ્યા ફિનિશ્ડ ગુડ્‌સ પર તેમાં લગાવવામાં આવતા કંપોનેંટ્‌સની તુલનાએ ઓછી ડ્યુટી લાગવાના કારણે જાડાયેલી છે. જીએસટી લાગુ થયા બાદ કેંદ્ર સરકારના બજેટના વર્તુળમાં માત્ર કસ્ટમ્સ ડ્યૂટી બચી છે.
સરકાર દેશને માત્ર એક એસેંબલી હબની જગ્યાએ મેન્યુફેક્ચરિંગનું પણ મોટું સ્થાન બનાવવા ઈચ્છે છે. સરકારે ૧ જુલાઈના રોજ મોબાઈલફોન પર ૧૦ ટકાની બેઝિક કસ્ટમ્સ ડ્યૂટી લગાવી હતી અને ૧૪ ડિસેમ્બરના રોજ તેને વધારીને ૧૫ ટકા કરવામાં આવી હતી. ડિજિટલ કેમેરા, માઈક્રોવેવ ઓવન, ટેલિવિઝન સેટ અને ઈમ્પોટેડ એલઈડી લાઈટ પર પણ કસ્ટમ ડ્યૂટી વધારવામાં આવી હતી.

20-01-2018

0

20-01-2018

ભારત દ્વારા અગ્નિ-૫ મિસાઈલનું સફળ પરીક્ષણ

0

ભારતે અગ્નિ-૫ મિસાઈલનું સફળ પરીક્ષણ પરીક્ષણ કર્યું છે. અગ્ની બેલિÂસ્ટક મિસાઈલનું ભારતે ગુરૂવારે સવારે સફળ પરિક્ષણ કર્યું. આ મિસાઈલ પરમાણુ હથિયાર લઈ જવાની સમક્ષા ધરાવે છે. તેની ઘાતક ક્ષમતા ૫ હજાર કિલોમીટર છે. જેનું પહેલું પરીક્ષણ ૧૯ એપ્રિલ ૨૦૧૨માં કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૩માં અને ત્રીજુ પરીક્ષણ ૩૧ ડિસેમ્બર ૨૦૧૫માં કરવામાં આવ્યું હતું. ભારતે આ પરીક્ષણ ઓડિશાના તટ વિસ્તારના વ્હીલર દ્વીપ પરથી સફળ પરીક્ષણ કર્યું છે. આ મિસાઈલ પોતાની રેન્જના કારણે ચીનના કેટલાક ભાગો સુધી પણ પહોંચી શકે છે.
અગ્નિ-૫નું પરીક્ષણ છેલ્લે ૨૦૧૬માં કરવામાં આવ્યું હતું. જેને એવું કહીને પરીભાષિત કરવામાં આવ્યું હતું કે ICBMનું આ છેલ્લુ પરીક્ષણ છે. તમને જણાવી દયે કે Agni-૫ Agni સિરીઝની મિસાઈલ છે જેને DRDO દ્વારા વિકસિત કરવામાં આવી છે. પૃથ્વી અને ધનુષ જેમ દૂર સુધી પોતાના લક્ષ્યને પાર કરવામાં સક્ષમ મિસાઇલો સિવાય ભારત પાસે Agni-૧, Agni-૨ અને Agni-૩ મિસાઇલ પણ છે.
આ મિસાઈલ એન્ટી બૈલિસ્ટિક મિસાઇલ સિસ્ટમ વિરૂધ્ધ કાર્યવાહી પણ કરી શકે છે. પરમાણુ ક્ષમતા રહિત આ મિસાઇલની રેન્જમાં ચીન અને પાકિસ્તાનનો સમાવેશ થઇ જાય છે. આ મિસાઇલોને પાકિસ્તાન ને ધ્યાનમાં રાખીને બનાવામાં આવી છે. અÂગ્ન-૪ અને અÂગ્ન-૫ મિસાઇલ ચીનને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.
આ અંગે સંરક્ષણપ્રધાન નિર્મલા સીતારામણે કહ્યુ કે, આપણે આજે ન્યુક્લિયર કેપેબલ બૈલિસ્ટિક મિસાઇલ અગ્નિ-૫નું સફળ પરીક્ષણ કર્યું. અગ્નિ-૫ અનેક હથિયારો લઇ જવા માટે સક્ષમ હશે. એન્ટિ બૈલિસ્ટિક મિસાઇલ સિસ્ટમ વિરુદ્ધ કાર્યવાહી પણ કરશે. પરમાણુ ક્ષમતાથી સજ્જ આ મિસાઇલની રેન્જમાં આખું ચીન અને પાકિસ્તાન આવી જશે.
આભાર – નિહારીકા રવિયા

ફિલ્મ પદ્માવતનાં રીલીઝ સામે ક્ષત્રીય સમાજ દ્વારા વિરોધ

0

સમગ્ર દેશમાં ફિલ્મ પદ્માવતને લઇ વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે સુપ્રીમ કોર્ટે ફિલ્મને લીલી ઝંડી આપી છે. પરંતુ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘પદ્માવત’ને ગુજરાત સહિત ત્રણ રાજ્યોમાં પ્રતિબંધ હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, રાજ્ય પાસે ફિલ્મ અટકાવવાનો કોઇ અધિકાર નથી. આખા ભારતમાં ૨૫ જાન્યુઆરીએ ફિલ્મ રિલીઝ થશે.જેને લઇ પદમાવત ફિલ્મના રીલીઝ સામે ક્ષત્રીય સમાજ દ્વારા ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે. રાજપુતોએ બાવળા-બગોદરા હાઇવે ઉપર ચક્કાજામ કરીને ટાયરો સળગાવ્યા છે.ગુજરાતમાં પદ્માવત ફિલ્મને લઇને બાવળા-બગોદરામાં રાજપૂતો દ્રારા ચક્કાજામ કરીને અને ટાયર સળગાવીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
સુપ્રિમ કોર્ટના આદેશ પછી ગુજરાત સમેત તમામ રાજ્યોમાં પદ્માવત ફિલ્મ રિલિઝ થવા મામલે રાજપૂતોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. રાજપૂતોએ ટાયરો સળગાવી પદ્માવત ફીલ્મનો વિરોધ કર્યો, સમગ્ર હાઇવે બાનમાં લેતા ટ્રાફીક જામના બનાવ પણ થયા હતા. જે પછી બાવળા બગોદરા અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ નો સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો અને સ્થિતિ કાબુ માં લીધી હતી. જોકે પોલીસ નો કાફલો આવવતા સ્થાનિક લોકો નાસી ગયા હતા. આ અંગે જિલ્લા પોલીસ વડા એ જણાવ્યું હતું કે અમે આ બનાવ અંગે તપાસ ના આદેશ આપી દીધા છે અને હજુ સ્થિતિ બગડે નહીં તે માટે પોલીસ સતત નજર રાખી રહી છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર પણ પદ્માવતના રિલિજ મામલે ચુકાદાનો અભ્યાસ કરીને નિર્ણય લેવાની વાત કરી છે. અને સાથે જ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે.

19-01-2018

0

19-01-2018

Block title

0FansLike
248FollowersFollow
22SubscribersSubscribe
- Advertisement -

Don't Miss